મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખોલ ગામ ખાતે શ્રી અલખધામ મંદિર આવેલું છે, જેને ૐ શ્રી અલખ નકલંગ રામદેવ આશ્રમ તરીકે પણ ઓળખવામા આવે છે, મંદિરમાં શ્રી ત્રિલોકનાથ મહાદેવ, શ્રી શિવ ગોરખનાથ ભગવાનની સાથોસાથ બાબા રામદેવજી ભગવાનનું પણ સુંદર મંદીર આવેલુ છે, મંદિર પરિસરમાં દાખલ થતા જ ગુરુદેવ નો ધુણો આવેલો છે, ત્યારબાદ અનેક વિવિધ દેવી-દેવતાઓ તથા ગુરુમહારાજ ના મંદિરો આવેલા છે.
મંદિરમાં દર બીજના રોજ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે એ જ રીતે આજરોજ પવિત્ર ભાદરવી સુદ બીજના નિમિત્તે આરતી પૂજન તથા દિવ્ય દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા, આજરોજ સાંજે જ્યોતિ પાઠનુ પણ સુંદર આયોજન રાખવામાં આવેલ છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને ધર્મ સંદેશ મહંત શ્રી યોગી ગોવિંદનાથજી બાપુ દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ભાદરવી સુદ બીજને શુભ દિવસે કરીએ દર્શન અણખોલ ના “અલખધામ” મંદિરના
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Alakhdham Ankhol Arranged Divya Darshan On Bhadrava Sud Bij 08.09.2021
અલખધામ અણખોલ, અણખોલ, કડી, મહેસાણા, Alakhdham Ankhol, Ankhol, kadi, Mehsana