અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે શ્રી શિવ ગોરક્ષનાથજીની જગ્યા એવુ ખુબ જ સુંદર અને ભવ્ય રમણધામ નિર્માણ પામી રહ્યું છે, આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રમણધામ સેવા સંસ્થાનના લાભાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ પારાયણનુ આયોજન કરવામાં આવ્યુ છે, જે આજથી ૧૬/૦૮/૨૦૨૧ સુધી ચાલશે, જેમાં પરમ પુજ્ય યોગી બાલકનાથ બાપુ દ્વારા સુંદર કથાનું રસપાન કરાવવામાં આવશે, જેમાં હજારો ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાશે.
આજરોજ કથાના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે શ્રી જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તથા એકલધામ ભરૂડિયા કચ્છથી યોગી દેવનાથ બાપુ હાજર રહ્યા હતા તથા કથા દરમ્યાન રોજ મોટા મોટા સંતો મહંતો કથાશ્રવણ કરવા માટે આવશે.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramandham Seva Sansthan Jivapura Detroj Arranged Shreemad Bhagvat Gyanyagn Parayan 09.08.2021
#ShreemadBhagvatKatha #RamandhamSevaSansthan #Jivapura #Detroj