આજરોજ મહેસાણા જિલ્લાના જેતલપુર ગામે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા લાડકી દિકરી પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ ૨૦૨૧નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૧૧ નવદંપતિઓમાં પ્રભુતામા પગલા માંડ્યા હતા, કોરોના મહામારીને અનુલક્ષીને આયોજક સમિતિ દ્વારા ખુબ જ ઉમદા અને સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં રાજકીય ઉપરાંત સામાજીક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સૌને સંબોધન કરી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.