તાલુકા-જિલ્લા ગાંધીનગરના દહેગામ ખાતે શ્રી લીમ્બચ માતાજી નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જય શ્રી લીમ્બચ માતાજી ખુબ જ દિવ્ય તેજોમય પ્રતિમા બિરાજમાન છે, સાથે સાથે મંદિરમાં શ્રી રણછોડરાયજી તથા હનુમાનજી પણ બિરાજમાન છે, માતાજીના મંદિરે અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે એ જ રીતે ફાગણ સુદ પાંચમના રોજ માતાજીનો ભવ્યથી ભવ્ય પાટોત્સવ ઉજવાય છે, આ વર્ષે પણ માતાજી ની તિથિ પ્રમાણે ૯૬માં ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સમસ્ત દિવસ દરમિયાન હવન પૂજન તથા પ્રસાદ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
દહેગામના શ્રી 84 જથ લીંબચ માતા ટ્રસ્ટ સંચાલિત શ્રી લીંબચ માતા મંદિરે અનેકવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમા તેજસ્વી તારલાઓના સન્માન, વિધવા સહાય, સમૂહ લગ્નોત્સવ અને બીજી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી કાર્યક્રમ અલી સંસ્થા વિશેની માહિતી ટ્રસ્ટી મંડળમાં થી શ્રી પ્રહલાદભાઇ શર્મા, શ્રી વિષ્ણુભાઇ શર્મા, શ્રી નારણભાઇ વાળંદ, શ્રી બકુલભાઇ શર્મા તથા શ્રી ઉમંગ વાળંદ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી લીંબચ ધામ, દહેગામ દ્રારા આયોજીત
માતાજીનો ભવ્ય પાટોત્સવ ફાગણ સુદ પાંચમ ૨૦૨૧
Shree Limbach Dham Dehgam Arranged 96th Patotsav Fagan Sud Pancham 2021