મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવ નુ ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદીર આવેલુ છે, કહેવાય છે કે 1100 વર્ષથી પણ વધારે સમયથી મહાદેવજી અહીંયા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે, એ જ પ્રમાણે મહાશિવરાત્રીનું પણ અહીંયા ખુબ જ મહત્વ છે.


આ વર્ષે અહીંયા મહાશિવરાત્રિ નિમિતે ભવ્યતિભવ્ય મહાશિવરાત્રી મહોત્સવ 2021 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમા ત્રિદિવસીય લઘુરૂદ્ર યજ્ઞ તથા શિવરાત્રી ઉજવણીનુ કરવામાં આવી રહી છે, જેમાં આજરોજ દ્વિતીય દિવસના ભવ્યાતિભવ્ય ભગવાન શિવ ભોળાનાથ ની પાલખી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વાસુભાઈ ચૌધરી, શ્રી શૈલેષભાઇ ચૌધરી, મંદિરના મહંત શ્રી રાઘવાનંદગિરિ, શ્રી પંકજભાઈ જોશી, શ્રી હર્ષદભાઈ જોશી તથા મહંત શ્રી દયાનંદગિરિ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

#gunja #visnagar #ગુંજા #વિસનગર #nilkantheshwarmahadev #onlinegujaratnews

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *