મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના શેષપુર ગામ ખાતે શ્રી મહાકાલેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યાતિભવ્ય ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાલ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ થયો હતો તથા દ્વિતીય દિવસે જળયાત્રા તથા નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આવતીકાલે મહાશિવરાત્રીના શુભ દિવસે મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ આચાર્ય શાસ્ત્રી અલ્પેશભાઈ સતલાસણા, શાસ્ત્રી મહેન્દ્ર ભાઇ ઉંઝા, શાસ્ત્રી મૌલીક ભાઇ, શાસ્ત્રી મહાકાલ બાપુ વિસનગર અને સમગ્ર ભુદેવો દ્રારા વેદ મંત્રૌચાર સાથે કરવામા આવશે તથા ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહૂતિ યોજાશે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાશે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી દલાભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
#sheshpur #mahakaleshwarmahadev #pranpratishtha #satlasana