ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાટેરા ગામ માં શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ માતૃસંસ્થા દ્વારા ૧૦૮માં ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨૧ નવ દંપતીઓએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. કાર્યક્રમમા સવારે વર વધુના આગમન બાદ લગ્નવિધિ યોજાયી હતી, ત્યારબાદ આવનાર મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને ત્યારબાદ પ્રસાદી ગ્રહણ કરીને દીકરીઓને સુંદર ભેટસોગાદ આપીને વિદાય આપવામા આવી હતી, જેમા સમાજબંધુઓ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમની વિગત સંસ્થા તરફથી ભાટેરા ગામના સરપંચ શ્રી રાજેશભાઇ પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Charotar Moti Sattavis Leuva Patidar Samaj Matrusanstha arranged 108th Samuh Lagnotsav 07.03.2021