અમદાવાદથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે ડાકોર જવાના રોડ પર ભવ્યાતિભવ્ય શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન આવેલુ છે, જયાં શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, પરમ પુજ્ય શ્રી ડાહીબાની દિવ્ય પ્રેરણાથી આ ભવ્યાતિભવ્ય તીર્થ સ્થળનુ અહિં નિર્માણ થયુ છે, દાદાની સાથોસાથ શ્રી અર્બુદા માતાજી તથા સર્વેશ્વર મહાદેવજી પણ અહીં બિરાજમાન છે,


શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન તથા શ્રી સર્વેશ્વર મહાદેવજીના સાતમા પાટોત્સ અને શ્રી અર્બુદા માતાજીના દ્રિતીય પાટોત્સવ નિમિત્તે અહીંયા પૂજા અર્ચના, મહાઆરતી તથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ સાથોસાથ દેવસ્થાન દ્વારા મહેમદાવાદ તાલુકાની 101 દિકરીઓને દત્તક લેવામાં આવી છે, જેમાં તેમના બારમા ધોરણ સુધી ના અભ્યાસનો ખર્ચ તથા સ્વાસ્થ્યનો તમામ ખર્ચ દેવસ્થાન દ્વારા કરવામાં આવે છે, નજીકના સમયમાં શાળાઓ શરૂ થતી હોવાથી તેમને સ્કુલ બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
દેવસ્થાન નું પરિસર ખૂબ જ વિશાળ અને રમણીય છે, જ્યાં હરવા ફરવા માટે સુંદર બાગ બગીચાઓ, જમવા માટે વિશાળ ફૂડ કોર્ટ તથા બાળકોના આનંદ માટે ઘણી બધી રાઇડ્સ પણ આવેલી છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નરેન્દ્ર ભાઈ પુરોહિત તથા શ્રી મનોજભાઈ જોશી દ્વારા આપવામાં આવી હતી.


તો આવો મહા સુદ છઠના દિવ્ય પાટોત્સવના દિવસે કરીએ દર્શન મહેમદાવાદ ખાતે આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરના.
જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન, મહેમદાબાદ દ્રારા આયોજીત
સાતમો ભવ્ય પાટોત્સવ ૧૭.૦૨.૨૦૨૧

Shree Sidhdhi Vinayak Devsthan Mahemdavad Arranged 7th Divya Patotsav 17.02.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *