સમસ્ત હાજીપુર ગામ, તા. કલોલ જી. ગાંધીનગર દ્રારા આયોજીત
શ્રી મહાકાળી તથા શ્રી વેરાઈ માતાજી ના દેવ દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Samast Hajipur Gaam Arranged Dev Diwali Garba Mahotsav of Shree Mahakali Tatha Verai Mataji 2019

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામા હાજીપુર ગામ આવેલું છે, આ ગામમા હાજીપીર ની દરગાહ આવેલી છે, હાજીપીર ના નામ ઉપર આ ગામનું નામ હાજીપુર પાડવામાં આવ્યું હતું, ગામમાં સુંદર શ્રી મહાકાળી માતાજી તથા શ્રી વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે, મંદિરનુ દેવ દિવાળી ગરબા મહોત્સવનુ ખુબ અનેરૂ મહત્વ છે, કારતક વદ એકમના રોજ એટલે કે દેવ દિવાળી ના પછીના દિવસે ગામમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગામ ને સુંદર જગમગ રોશનીથી શણગારી દેવામાં આવ્યું હતું, તથા ગામના મંદિરોને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો, ગામમાં ગરબા નિમિત્તે ભવ્ય લોક મેળાનું પણ આયોજન થાય છે, આ વર્ષે ગરબા મહોત્સવમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી કાજલબેન ડોડીયા દ્વારા ગરબા ની ભવ્ય રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં અગણિત જનમેદની હાજીપુર ગામ માં ઉમટી પડી હતી જેઓ એ માતાજીના દર્શન કરીને પછી ગરબાની મજા માણી હતી.

ગામમાં સ્વચ્છતા ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, તથા સમગ્ર ગામ સીસીટીવીથી સજ્જ છે, જેથી કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં.

સમગ્ર કાર્યક્રમ નો અહેવાલ ગામના સરપંચ શ્રી કાળાજી ઠાકોર દ્વારા આપવામાં આવ્યો હતો.

જુઓ સંપૂર્ણ વીડિયો.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *