શ્રી ચામુંડા યુવક મંડળ, મેઉ તા. જી. મહેસાણા દ્વારા આયોજિત
લાભપાંચમ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ૦૨.૧૧.૨૦૧૯

Shree Chamunda Yuvak Mandal Meu Mahesana arranged Bhavya Shobhayatra & Garba Mahotsav on Labh Pancham 02.11.2019

તાલુકા જિલ્લા મહેસાણામા મેઉ ગામ આવેલું છે, ગામમાં સુંદર શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, મંદિરના ચામુંડા યુવક મંડળ દ્વારા ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થતી હોય છે, જેમાં મુખ્યત્વે આસો સુદ આઠમના દિવસે ભવ્ય પલ્લી મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે, તથા દર વર્ષે વૈશાખ સુદ તેરસના દિવસે ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે, કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમ ના દિવસ નો માતાજી નો અનેરો મહિમા છે, જેને ગામના દરેક લોકો મહોત્સવ ની જેમ ઉજવે છે, જેમાં સવારે માતાજીની ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં ફરીને નિજમંદિર પરત ફરે છે, તથા રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ૧૫ થી ૧૮ હજાર જેટલા લોકો નું માનવ મહેરામણ માના દર્શને ઉમટી પડે છે, આ વર્ષે માતાજીના ગુણલાના ગરબા ગાવા માટે ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી કાજલબેન મહેરિયા પધાર્યા હતા, જેમના તાલે હજારો ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.

મંદિર વિશેની તમામ માહિતી તથા કાર્યક્રમની વિગત ચામુંડા યુવક મંડળના શ્રી નૌમિતસિંહજી ચાવડા દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ મંદિર તથા મહોત્સવનો સંપૂર્ણ વીડિયો.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *