જય મહાકાળી નવયુવક મંડળ, આંગજીના મુવાડા (ધારીસણા) દ્રારા આયોજીત
શ્રી મહાકાળી મંદીરનો ૨૭ મો પાટોત્સવ

Jay Mahakali Navyuvak Mandal Aangaji na Muvada (Dharisana) arranged 27th Patotsav of Shree Mahakali Mataji Mandir 18.10.2019

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારીસણા ગ્રામ પંચાયતમા આંગજીના મુવાડા કરીને નાનકડું એક ગામ આવેલું છે, ગામમાં સુંદર શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિર માત્ર એક નાની ડેરી હતી અને તેના પછી સાલ 1988માં આનો ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને સુંદર મંદીર બનાવવામાં આવેલું હતું, ગામના દરેક નાગરીકોને શ્રી મહાકાળી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે, ગામના જય મહાકાળી નવયુવક મંડળ દ્વારા દર વર્ષે આસો વદ પાંચમના દિવસે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ એટલે કે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ પણ માતાજી ના ભવ્ય ત્રિદિવસીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે તારીખ 16 10 2019 થી લઈને 18 10 2019 સુધી યોજાયો હતો,

ત્રિદિવસીય પાટોત્સવ મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા રોજ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે, તેમજ અંતિમ દિવસ ના રોજ સવારથી ભવ્ય યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો હતો, તેમજ માતાજીની પાલખી તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માતાજીની પાલખી અને શોભાયાત્રા ગામમાં દરેક ઘરે ફરે છે અને દરેક ગ્રામવાસીઓ દ્વારા પાલખી નું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, સાંજે પૂર્ણાહુતિ બાદ સમસ્ત ગ્રામજનોના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમ સંપન્ન થયો હતો, દર વર્ષે જય મહાકાળી નવયુવક મંડળ દ્વારા આવું સુંદર આયોજન કરવામાં આવે છે જેનો ગામના સેંકડો લોકો લાહવો લે છે.

આવો નિહાળીએ આંગજીના મુવાડા માં બિરાજમાન શ્રી મહાકાળી માતાજી તથા તેમના પાટોત્સવનો સંપુર્ણ વિડિઓ.

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *