શ્રી રાવત રામજી મંદીર – શ્રી હનુમાનદાદા મંદીર
સંત શ્રી બહેચર સ્વામી મહારાજના મંદીરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૧૯.

Shree Ravat Ramji Mandir Shree Hanumandada Mandir Tatha Sant Shree Bahechar Swami Maharaj Mandir Murti Pran Pratishtha Mahotsav 2019.

ગુજરાતના સુપ્રસિદ્ધ સીદ્ધપુર મુકામે સરસ્વતી નદીના કિનારે ભવ્યાતિભવ્ય શ્રી રાવત રામજી મંદિરનુ નિર્માણ કરવામા આવ્યુ છે, જ્યાં સદગુરુ બહેચર સ્વામીજીની જીવંત સમાધિ આવેલી છે, જેમાં શ્રી રામજી પરિવાર, શ્રી હનુમાનજી તથા સદ્ગુરુ શ્રી બહેચર સ્વામીજીની ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો તાજેતરમા ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 11 10 2019 થી લઈને તે 13 10 2019 સુધી યોજવામાં આવશે.

જે દરમિયાન મંગલકારી પ્રથમ દિવસના રોજ યજ્ઞશાળા નો પ્રારંભ થશે, જેમાં દરેક યજમાનો પાટલે બેસીને ભગવાનની આરાધના કરશે, તથા તે દિવસે જ રાત્રિના ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હજારો ભાવિક ભક્તો લાહવો લેશે.

મંગલકારી દ્રિતિય દિવસના રોજ એટલે કે 12 10 2019 ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થશે, જે શોભાયાત્રા સમગ્ર સિદ્ધપુર નગરમાં પરિક્રમા કરીને નિજ મંદિર પરત ફરશે, તે દિવસે રાત્રીના પણ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું હજારો કલાપ્રેમીઓ રસપાન કરશે.

પાવનકારી તૃતીય દિવસે એટલે કે 13 10 2019 ના રોજ સમસ્ત મૂર્તિઓને તેમના સ્થાને બિરાજમાન કરીને, બ્રાહ્મણ દ્વારા પવિત્ર મંત્ર ઉચ્ચાર કરીને તેમાં પ્રાણ પુરવામાં આવશે, જે દિવસે ગુજરાતના મોટા રાજકીય નેતાઓ પણ હાજર રહેશે, તે દિવસે સાંજે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના તમામ લોકો તથા ખેલૈયાઓ ગરબા રમશે.

આ કાર્યક્રમનો સમગ્ર વિગતવાર અહેવાલ તથા સદગુરુ શ્રી બહેચર સ્વામીજીનો સમગ્ર ઇતિહાસની માહિતી સદગુરુ બહેચર સ્વામી સેવા ટ્રસ્ટ, સિદ્ધપુરના પ્રમુખશ્રી લાલજીભાઈ જીવાભાઈ મકવાણા કે જેઓ ગામ જલોત્રા, તાલુકો વડગામ, જીલ્લો બનાસકાંઠા ના વતની છે, તથા હાલ પાટણ શહેરના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે, તેઓશ્રી દ્વારા આપવામાં આવ્યો હતો.

મંગલકારી પ્રથમ દિવસે ભવ્ય યજ્ઞ શાળાનો પ્રારંભ થયો હતો, સાથે બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરાયુ હતુ અને સાંજે ભવ્ય સંતવાણીનુ આયોજન કરાયુ હતુ, જેમા હજારો લોકોએ ભજનોનુ રસપાન કર્યું હતુ,

જુઓ પ્રથમ દિનનો વિડિઓ. (૧૧.૧૦.૨૦૧૯)

મંગલકારી દ્રિતિય દિવસે સવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતુ, જેમા સિદ્ધપુરની શહેરની નગરયાત્રામા હજારોની સંખ્યામા જનમેદની જોડાઇ હતી, ત્યારપછી સમગ્ર ગુજરાત રાવત સમાજના પરગણાઓ દ્રારા મંદીરના ટ્રસ્ટીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, રાત્રે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયુ હતુ, જેમા ગુજરાતના લોકલાડીલા કલાકારો શ્રી બાબૂલ બારોટ તથા શ્રી ઇન્દિરાબેન શ્રીમાળી દ્રારા ભવ્ય ડાયરાની રમઝટ બોલાવાઈ હતી, જેમા હજારો લોકોએ મઝા માણી હતી.
જુઓ દ્રિતિય દિનનો વિડિઓ. (૧૨.૧૦.૨૦૧૯)

જેમા મંગલકારી અંતિમ દિવસે દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી, અને સંધ્યા ટાણે મહાયજ્ઞની પુર્ણાહુરતિ થઈ હતી, રાત્રે ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરાયું હતુ, સમગ્ર ત્રિદિવસ દરમ્યાન રાવત સમાજનુ અગણિત માનવ મહેરામણ ઉમટ્યું હતુ, આયોજક સમિતિ દ્રારા સુંદર આયોજનને કારણે સમગ્ર મહોત્સવ વીના વિગ્નેં સંપન્ન થયો હતો.

જુઓ તૃતીય દિનનો વિડિઓ. (૧૩.૧૦.૨૦૧૯)

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *