ખેડા જિલ્લાના મહેમદાવાદ રોડ પર આવેલ રાસ્કા ચોકી નજીક આવેલ એ. જી. દેસાઈ ફાર્મ ખાતે કનીજ ગામના સધી માઁ પરિવાર તથા કનીજ ગામના રબારી સમાજ દ્વારા દર વર્ષે ડાકોર જનારા પદયાત્રિકો માટે ભવ્ય સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે, એજ રીતે આ વર્ષે ૮માં ભવ્ય સેવા કેન્દ્રનુ આયોજન કરાયું છે, જ્યાં પદયાત્રિકો માટે ચા નાસ્તા અને સાત્વિક જમવાની સાથે યાત્રી વિસામા સહિત તમામ પ્રકારની સુવિધાઓનુ આયોજન કરવામાં આવ્યું છે.
જમવામાં પદયાત્રીકોને બંને સમયના પાકા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં ભરફી, શ્રીખંડ, બે પ્રકારની સબ્જી, પુરી, દાળ ભાત, પાપડ, છાસ, સહિતની અનેક પ્રકારની વાનગીઓનો ખાડ સેવા સ્વરૂપે પદયાત્રીઓને પીરસવામાં આવે છે, જેનો ભરપૂર આનંદ લઈને પદયાત્રીઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.

આ પદયાત્રીકો માટેનું સેવા કેન્દ્ર 11 થી 14 માર્ચ 2025 દરમિયાન એમ અવિરત ચાર દિવસ ચાલવાનુ છે, જેની સંપૂર્ણ માહિતી પરમ પૂજ્ય ભુવાજી શ્રી પ્રદીપભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

Sadhima Parivar Kanij Arrenged Seva Camp For Dakor Pilgrims At A G Desai Farm Mahemdavad Road raska

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *