અમદાવાદ ના વૈષ્ણોદેવી વિસ્તારમાં શ્રી નાનાબાર સમાજ દ્વારા ૧૬માં સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી,જેમાં ખૂબ જ હર્ષ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતાં. કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત ખોરજ ગામ તથા દાનવીર ભામાશા શ્રી બાબુભાઈ કે. પટેલ અને સંસ્થાના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Nana Bar Samaj Arranged 16th Samuh Lagnotsav At Vaishnodevi Ahmedabad on 16.02.2025