ગાંધીનગર નજીકના પેથાપુર ગામ ખાતે ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૭ માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજક કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ હર્ષ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી શંકરસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Gandhinagar Jilla Rajput Samaj Arranged 27th Samuh Lagnotsav at Pethpaur Gandhinagar on 16.02.2025