તાલુકા જિલ્લા ગાંધીનગરના ટીંટોડા ગામ ખાતે શ્રી વડવાળા દેવ રબારી સમાજની ગુરુગાદી મંદિર આવેલું છે, જેને જયરામ સ્વામી ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં અનેક ધાર્મિક ઉત્સવોની તથા સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ગુરુ પુનમનો અહીંયા ખૂબ જ રૂડો અનેરો મહિમા છે, જ્યાં ખૂબ જ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ પણ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના તથા પરમ પૂજ્ય લખીરામ બાપુ ગુરુજીશ્રીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જ્યાં આજરોજ ગુરુ પૂજન તથા શોભાયાત્રા સહિત સમસ્ત દિવસ દરમિયાન પધારેલ ભક્તોને ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

વિશેષમાં આજરોજ શોભાયાત્રામાં નવલું નજરાણું એવા ઉડતા હનુમાનજીનો ડ્રોનથી અવકાશી નજારો કરવામાં આવ્યો હતો. જેનો દરેક ભાવીક ભક્તોએ આ અદભુત નજારાનો લાભ લીધો હતો.

 મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બળદેવભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ 

Shri Vadwala Dev Ramji mandir Titoda Gandhinagar celebrated Guru Purnima Mahotsav 2024

Shri Vadwala Dev Ramji mandir, Titoda, Gandhinagar, Guru Purnima Mahotsav, 2024, tintoda, Jayramswami Dham,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *