Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ચંડેશ્વર મહાદેવજીનું અતિ પૌરાણિક અને પાંડવકાલીન મંદિર આવેલું છે, જે કહેવાય છે કે પાંડવો એમના આજ્ઞાર્થવાસ દરમિયાન ત્યાં રોકાયા હતા અને દ્રોપદીજી દ્વારા શ્રી ચંડેશ્વર મહાદેવજીની સ્થાપના અહીંયા કરવામાં આવી હતી, જેમના આંગળીઓના નિશાળ પણ હજુ શિવલિંગ પર દેખાય છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા નુતન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પાંડવો તથા શ્રીકૃષ્ણ ભગવાનને શ્રી કપિલ નારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે, આ ત્રીદિવસીય કાર્યક્રમ દરમ્યાન આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત 108 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન 108 કુંડી મહાયજ્ઞ શોભાયાત્રા સહિત સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનુ પણ સુંદર આયોજન કરવામા આવ્યુ છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભગવાનના સુંદર ગુણલા લગાવવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જેસંગભાઈ આહીર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aaluvaas Santalpur Murti Pran Pratishtha Mahotsav 2023
Aaluvaas, Santalpur, Murti Pran Pratishtha Mahotsav, 2023, Pandav Mandir, Shree Krushna Mandir, Kapil Narayan Mandir,