આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામ ખાતે આવેલા શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે ભવ્ય આઠમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કુલ સાત નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા લ, જેમને મહંત શ્રી પૂજ્ય દાંડીબાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આશ્રમ કમિટી દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સત્કાર સમારંભ અને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા લોકો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી દંડીબાપુ તથા અન્ય શ્રદ્ધાળુ ગણ તથા સેવક સમાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vijay Hanuman Ashram Dhamasana Kalol Arranged 8th Samuh Lagnotsav 14.02.2023


Shree Vijay Hanuman Ashram, Dhamasana, Kalol, Gandhinagar, 8th, Samuh Lagnotsav, 14.02.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *