મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક આવેલ શ્રી સરસાવ થી ખેરપુર જવાના રોડ ઉપર હાઇવે પર જ શ્રી કનકેશ્વરી મેલડી માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજી અહીંયા 100 વર્ષોથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષે વૈશાખ સુદ આઠમના રોજ અહીંયા ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે મંદિરને 25 વર્ષે પૂર્ણ થતા અહીંયા ભવ્યથી ભવ્ય રજત જયંતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સવારે ભવ્ય શોભાયાત્રા તથા માતાજીના નીજ મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરાયુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી કેતનભાઇ પટેલ તથા શ્રી બળદેવભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kankeshwari Meldi Mataji Mandir Kadi Nandasan Road Celebrated Rajat Jayanti Mahotsav on 16.05.2024

Shree Kankeshwari Meldi Mataji Mandir Kadi Nandasan Road Celebrated Rajat Jayanti Mahotsav on 16.05.2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *