લગ્નની સીઝન પૂર જોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રતાપુરા ગામ ખાતે કલોલ તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય છઠ્ઠા સમુહ લગ્નનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 21 નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ ભોજન સમારંભ અને સત્કાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ સહિત રાજકીય તથા સામાજિક અગ્રણીઓ અને સંતો મહંતોએ જોડાઈને દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દીકરીઓને આશીર્વાદ આપવા માટે કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, રાજ્યસભાના પૂર્વ સાંસદશ્રી નટુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્ય અને નાસમેદ ગામના શ્રી કાંતિજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્ય તથા સાંતેજ ગામના શ્રી રામાજી ઠાકોર તથા બેચરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર સહિત અનેક સામાજિક તથા રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નટુજી ઠાકોર તથા શ્રી કાંતિજી ઠાકોર અને શ્રી મહેન્દ્રસિંહજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Kalol Takuka Gujarat Kshatriya Thakor Sena Arranged 6th Samuh Lagnotsav 08.05.2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *