અમદાવાદ નજીકના ખોડિયાર ગામ ખાતે રબારી નેહડામાં સમસ્ત કઇડ પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજી તથા શ્રી સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્રીતીય દિવસે યજ્ઞ પૂજન સહિત માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી ચામુંડા માતાજી, શ્રી સિકોતર માતાજી, શ્રી વિહત માતાજી, શ્રી મેલડી માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાઈ હતી, ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ રાત્રીના ભવ્ય શક્તિ અને ભક્તિ રૂપી રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત યજ્ઞના આચાર્ય શ્રી પ્રકાશભાઈ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Kaid Parivar Arranged Photo Pran Pratishtha Mahotsav At Rabari Nesda Khodiyar Gam Ahmedabad

Samast Kaid Parivar, Photo Pran Pratishtha Mahotsav, Rabari Nesda, Khodiyar Gam, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *