અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના પરઢોલ તથા ઝાક ગામના સીમાડા વચ્ચે શ્રી બળીયાદેવજી મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બળીયાદેવજી મહારાજની સાથોસાથ શ્રી શીતળા માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય છે એ જ રીતે અહીંયા દ્વિદિવસીય ભવ્યથી ભવ્ય મહાયજ્ઞ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતુ તથા દ્વિતીય દિવસે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા હજારોની સંખ્યામાં સમગ્ર ગ્રામજનો સહિત ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કનુજી ઠાકોર, શ્રી મંગાજી ઠાકોર તથા શ્રી ભરતસિંહજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Baliyadev Mandir On Pardhol to Zaak Road Celebrated Mahayagn Mahotsav 12.03.2023
Shree Baliyadev Mandir, Pardhol, Pardhol to Zaak Road, Mahayagn Mahotsav, Daskroi, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *