અમદાવાદના વીર મંગલ પાંડે હોલ ખાતે ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના એવોર્ડ અર્પણ વિઘી સમારોહનુ તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમાજ શ્રેષ્ઠીઓ તથા સામાજીક સંસ્થાઓને તેમની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા, જેમા સમાજ ઉત્કર્ષ માટે સદાય કાર્યરત રહેતી સંસ્થા “અખિલ ગુજરાત વાલ્મિકી વિકાસ સંઘ”ને તેની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયો હતો.
આ એવોર્ડને લઈને સમગ્ર વાલ્મિકી સમાજમા ખુબ જ આનંદ અને ઉત્સાહ છે, જે સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી ટ્રસ્ટીઓ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા શ્રી મધુભાઈ પરમાર દ્વારા આપવામા આવી હતી, જેમા ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Government of Gujarat has awarded Mahatma Gandhi Award to Akhil Gujarat Valmiki Vikas Sangh khokhra Ahmedabad

Government of Gujarat, Mahatma Gandhi Award, Akhil Gujarat Valmiki Vikas Sangh, khokhra, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *