પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠી ઘારીયાલ ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી ચામુંડા માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન થયા છે, ગામના સમસ્ત ધારિયાલા ઠાકોર પરિવાર દ્વારા માતાજી ના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો, જેમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ જ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ થયો હતો તથા રાત્રે ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, દ્વિતીય દિવસ ના રોજ ભવ્ય શોભાયાત્રા બાદ રાત્રીના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, અંતિમ દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા તથા ભવ્ય રાસ ગરબા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chamunda Mataji Mandir Pran Pratishtha Mahotsav Meethi Ghariyal Chanasma 11.12.2021

Shree Chamunda Mataji Mandir Mithi Ghariyal, Pran Pratishtha Mahotsav, Meethi Ghariyal, Chanasma, Patan, 11.12.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *