દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી, કોવિડ કેર સેન્ટરમાં ઊભી કરાવાઈ ખાસ વ્યવસ્થા

રાજસ્થાન (Rajasthan)ના બારાં (Bara)ના કેલવાડામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા, જ્યાં કોરોના પોઝિટિવ દુલ્હને (Bride) પીપીઇ કિટ પહેરીને પોતાના દુલ્હા (Groom) સાથે 7 ફેરા લઈને જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. મૂળે, કેલવાડાના છતરગંજ ગામની રહેવાસી યુવતી અને તેની માતાને બે દિવસ પહેલા તબીયત ખરાબ થતાં ગામમાં આવેલી કોરોના તપાસ ટીમને સેમ્પ્લ આપ્યા હતા. પછી આખો પરિવાર સામાન્ય રીતે લગ્નની તૈયારીમાં લાગી ગયો. ફેરાના થોડા કલાક પહેલા દુલ્હન અને તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો. ત્યારબાદ કેલવાડાના કોવિડ સેન્ટર (Covid Centre)માં જ મંડપ સજાવવામાં આવ્યો અને લગ્નની વિધિ પૂરી કરવામાં આવી. આ વિવાહ પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યા.

PPE કિટ પહેરીને યોજાયા લગ્ન

દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી. વિધિવત મંત્રોચ્ચારની વચ્ચે દુલ્હા-દુલ્હને પીપીઇ કિટ પહેરીને એક બીજાના ગળામાં માળા પહેરાવી સાત ફેરા લીધા. મૂળે છતરગંજ નિવાસી યુવતીના લગ્ન દાંતા નિવાસી સરકારી અધ્યાપક સાથે નક્કી થયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *