કોરાના વાયરસ દ્વારા સમગ્ર વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે, ત્યારે ભારતમા બીજા દેશો કરતા કોરાનાની ઓછી, પણ અસર છે ખરી, કોરોના ને લીધે સમગ્ર ભારતભરમા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ દિવસનુ લોકડાઉન આપવામા આવ્યુ છે, ત્યારે આ આર્થિક નુકસાનને પહોંચી વળવા તથા કોરોના સામે લડવા માટે સમસ્ત ભારતમાંથી સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા નાના મોટા ઉદ્યોગો દ્વારા દાન આપવામા આવ્યુ છે ત્યારે ગુજરાતમાથી ઘણા ઉદ્યોગપતિઓ આ લડતમા ખુલ્લે હાથે દાન આપી રહ્યા છે.

અમદાવાદ નજીકના ખોરજ ખાતે આવેલ JSIW ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ કોરોના વાયરસને માત આપવામા માટે અને આ લડત મા સહભાગી થવા માટે ૫૧ લાખ રૂપિયા જેટલી માતબર રકમનુ દાન C M રિલીફ ફંડમા આપવામા આવ્યુ છે, જેનો ચેક પણ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા સ્વહસ્તે સ્વીકારવામા આવ્યો હતો અને તે બદલ મુખ્યમંત્રીશ્રી દ્વારા કંપનીના મેનેજીંગ ડાયરેકટર શ્રી બાબુભાઇ પટેલ ખોરાજવાળાનો સહહૃદય આભાર પણ માનવામા આવ્યો હતો.


શ્રી બાબુભાઇ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતને જે પ્રકારની અને જે રીતેની જરૂર પડે ત્યારે JSIW પરિવાર તેમની સાથે રહેશે એ રીતેની બાંહેધરી પણ આપવામા આવી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *