અમદાવાદના ગોતા ગામ ખાતે શ્રી જયંતીભાઈ ઠાકોર તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર મંડળ દ્વારા ઠાકોર સમાજમાં શિક્ષણ, યુવા સંગઠન અને મહિલા સશક્તિકરણના પ્રોત્સાહક દાતાશ્રીઓ તથા 28 કરોડની જમીનના શૈક્ષણિક સંકુલના દાતાશ્રી અજયભાઈ ઠાકોર, ગુજરાતી કલાકાર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિશિષ્ટ ઉપસ્થિતિ માં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ અને ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અજયભાઈ ઠાકોર તથા અન્ય આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Jayntibhai Thakor And Gujarat Kshatriya Thakor Mandal Arranged Sanman Samaroh At Gota On 30/03/2025