ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામ ખાતે શ્રી ચામુંડા માતાજી નું અને શ્રી ખોડિયાર માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે , જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એજ રીતે આજરોજ શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવ્ય અને ભવ્ય પાંચમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા, તથા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યુ. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિક્રમજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Zala Makvana Parivar Arranged Shree Chamunda Mataji 5th Patotsav At Vadsar On 29/03/2025