અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એજ રીતે આજરોજ મંદિર ખાતે દિવ્ય અને ભવ્ય દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવચંડી યજ્ઞ અને શક્તિ અને ભક્તિરૂપી માતાજીના માંડવાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ખેમાભાઈ ભુવાજી તથા શ્રી શાસ્ત્રી પ્રકાશભાઈ જાની અને શ્રી રામભાઈ ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Khemabhai Bharvad Parivar Soyala Arranged Shree Meldi Mataji 2nd Patotsav On 20/03/2025