ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે શ્રી વિહત ધામ આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એજ રીતે આજરોજ મંદિર ખાતે છઠ્ઠા દિવ્ય અને ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા, ભુવાજીશ્રીઓ અને સંતોમહંતોના સન્માન સમારોહ તથા નવચંડી યજ્ઞ અને શક્તિ અને ભક્તિરૂપી રમેલનું સુંદર આયોજન કરવામાં આવ્યુ. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી શામળભાઈ ભુવાજી તથા શ્રી વિપુલભાઈ દેસાઈ અને શ્રી રાજેશભાઇ શાહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Vihatdham Telnar Arranged 6th Patotsav On 04/03/2025