ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તેલનાર ગામ ખાતે શ્રી વિહત માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જેને સાહર ખેગારની શ્રી વિહત ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં તાજેતરમાં જ મંદિર ખાતે પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તથા માતાજી પ્રત્યે દરેક ભાવિક ભક્તોને ખૂબ જ શ્રદ્ધાને આસ્થા છે, એ જ રીતે એક માઈ ભક્તની મનોકામના પૂર્ણ થતા માતાજીના સેવક તથા ભુવાજી શ્રી શામળભાઈ ને ગળસોર પરિવારના શ્રી અમૃતભાઈ દેસાઈ પરિવાર (દલાની મુવાડી ગામ) દ્વારા માતાજીના દિવ્ય રથ તરીકે ફોર્ચ્યુનર ગાડી ની સપ્રેમ ભેટ આપવામાં આવી હતી, જે નિમિત્તે મંદિર ખાતે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, તે નિમિત્તે નીજ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ભુવાજી શ્રી શામળભાઈ દેસાઈ તથા શ્રદ્ધાળુ શ્રી વિપુલ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Vihat Dham Telnar Arranged Navchandi Yagn 23.06.2024
Shree Vihat Dham, Telnar, Navchandi Yagn, 23.06.2024, Fortuner, Shamalbhai Bhuvaji,