અમદાવાદ નજીકના ઓગણજ ગામ ખાતે બસ સ્ટેન્ડ નજીક જ શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરની સ્થાપના જેઠ સુદ નોમના દિવસે 2010 ની સાલમાં કરવામાં આવી હતી, અહીંયા કચ્છ માતાના મઢ માં જે રીતે આશાપુરા માતાજી બિરાજમાન છે, એવી જ આબેહૂબ અને દિવ્ય પ્રતિમા અહીંયા આ મંદિરમાં પણ દ્રષ્ટિગોચર થાય છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ દિવ્ય અને ભવ્ય તિથિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સવારે નવચંડી યજ્ઞ તથા સાંજે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, તથા રાત્રિના ભોજન પ્રસાદ બાદ શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ  કલાકાર શ્રી જયેશ ખરવાડા દ્વારા માતાજીના સુંદર ગુણલા ગાવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મુખ્ય યજમાન અને માતાજીના સેવક શ્રી સહદેવસિંહજી ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં મંદિરના વહીવટકર્તા તથા આયોજક મિત્રો અને ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Chauhan Parivar Celebrated Tithi Mahotsav of Shree Ashapura Mataji Mandir Ognaj Ahmedabad

Chauhan Parivar, Tithi Mahotsav, Shree Ashapura Mataji Mandir, Ognaj, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed