ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે રબારીવાસમાં શ્રી જોધ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે. જેનો સમસ્ત મકોણા તથા ઘોંઘોળ પરિવાર દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું તથા દ્વિતીય દિવસે શ્રી જોધ માતાજી ની સાથો સાથ અન્ય દેવી-દેવતાઓની પણ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં નવચંડી યજ્ઞ તથા મહંતો અને સંતોના સન્માન સમારોહ ભુવાજીઓના સન્માન સમારોહ અને રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને માતાજીના દિવ્ય દર્શન કર્યા હતા તથા ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી વિષ્ણુભાઈ રબારી, શ્રી નારણભાઈ રબારી શ્રી બળદેવભાઈ રબારી ઇન્દ્રોડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jodh Mataji Pran Pratishtha Mahotsav Itadra Mansa
Shree Jodh Mataji Pran Pratishtha Mahotsav Itadra Mansa