ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામ મા ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણમાં જગત જનની મા મહાકાળીનુ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, લોકવાયકા પ્રમાણે મા મહાકાળી અહીંયા સદીઓથી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, આમ તો માતાજીનું મૂળ સ્થાનક રમણીય સાબરમતી નદીના કિનારે આવેલું છે, ત્યારબાદ પહાડ ઉપર માતાજીના ભવ્ય બીજા સુંદર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જે સ્થાપના ફાગણ સુદ પાંચમના રોજ ૨૦૧૨ની સાલમાં કરાઇ હતી અને એ જ તિથિ પ્રમાણે દર વર્ષે ફાગણ સુદ પાંચમના રોજ માતાજીના દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે પણ માતાજીના ૧૨માં પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી નવચંડી યજ્ઞ તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત માઇભકતો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની વિગત તથા કાર્યક્રમની માહિતી શ્રી રજનીકાંતભાઈ દવે તથા શ્રી પદ્મિનીબા સર્વદમન સિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ૧૨મા પાટોત્સવ ના રોજ દર્શન કરીએ ઐતિહાસિક મંદિર મીની પાવાગઢ અંબોડના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Mahakali Mandir Mini Pavagadh ambod arrange 12th Patotsav 2024