Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી રાજરાજેશ્વરી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ફાગણ સુદ પાંચમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના દિવ્ય પાટોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય ત્રીદિવસીય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી, તથા દ્વિતીય દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા અને રાત્રીના રાસ ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા તૃતીય અને અંતિમ દિવસે મંદિરના દિવ્ય સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનોએ જોડાઈને માતાજીના નીજ મંદિરના દર્શન કરીને ભોજન પ્રસાદ નો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વિજયસિંહ રાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Harsiddhi Mataji mandir Nishraya Borsad celebrated 9th patotsav 2024
Shri Harsiddhi Mataji mandir, Nishraya, Borsad, Anand, 9th patotsav, 2024,