આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય સમાજના 37 માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૫ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઇ હતી, ત્યારબાદ સરકાર સમારંભ કરીને સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
સમિતિ દ્વારા અનેકવિધ સામાજિક તથા આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેની સંપૂર્ણ માહિતી સંસ્થાના પ્રમુખ શ્રી કે એમ ઠાકોર, મહામંત્રી શ્રી જયંતીજી ચૌહાણ અને ઉપસ્થિત આગેવાનો તથા હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Rajya Mulnivasi Kshatriya Ekta samiti arranged 37th Samuh Lagnotsav 05.02.2024


Gujarat Rajya Mulnivasi Kshatriya Ekta samiti, arranged 37th Samuh Lagnotsav 05.02.2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed