શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીના રોજ યોજવા જઈ રહ્યો છે, ત્યારે તેની દિવ્ય પ્રેરણા લઈને સમસ્ત જામળા ગામના ગ્રામજનો દ્વારા પણ શ્રી રામજી મંદિર તથા શ્રી રામેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જ્યાં ખૂબ જ દિવ્ય અને ભવ્ય મંદિરો નિર્માણ કરવામાં આવ્યા છે, જે મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની સાથોસાથ 22 તારીખે યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહોત્સવ 20 થી 22 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે આજે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય મહોત્સવમા રાસ ગરબા, લોક ડાયરો તથા દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓના સન્માન સમારોહ સહિત દીકરીઓ અને જમાઈઓને ભેટસોગાત અને 11 કુંડીય વિષ્ણુ મહાયજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના પ્રમુખશ્રી ગોવિંદભાઈ પટેલ તથા મનહરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Ramji mandir, Pran Pratishtha Mahotsav, jaamla, Mansa,
Shri Ramji mandir Pran Pratishtha Mahotsav jaamla Mansa
Ramji mandir Pran Pratishtha Mahotsav jaamla Mansa