Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
ગાંધીનગર : પિરોજપુર ગામના ઐતિહાસિક શ્રી જોગણી માતાજીના મંદિરે યોજાયો માગશર સુદ દશમનો ભવ્ય ૧૩મો પટોત્સવ ૨૦૨૩ | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085


તાલુકા જિલ્લા ગાંધીનગરના પિરોજપુર ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માગશર સુદ દશમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના ભવ્ય તેરમાં પાટોત્સવની ગતરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમસ્ત દિવસ દરમિયાન માતાજીની ભવ્ય શોભાયાત્રા તથા પાલકીયાત્રા સમગ્ર ગામમાં યોજાઈ હતી તથા માતાજીના નીજ મંદિર ખાતે અન્નકુટ મહોત્સવ તથા યજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતના કલાકાર શ્રી રોહિત ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી અરજણજી જાદવ તથા શ્રી ગૌતમ કુમાર જાની અને શ્રી રાકેશકુમાર જાની દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jogani Mataji Mandir Pirojpur Celebrated 13th Patotsav 2023 on Magshar Sud Dasham
Shree Jogani Mataji Mandir, Pirojpur, 13th Patotsav, 2023, Magshar Sud Dasham, Gandhinagar, Rohit Thakor,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *