અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના પરઢોલ ગામને આંગણે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાનું ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું છે, જેનો દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે અહીંયા યજ્ઞ પૂજન સહિત શ્રીમદ ભાગવત દશમસ્કંધ ત્રિદીનાત્મક પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં હરિ ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 થી 5 ડિસેમ્બર દરમ્યાન યોજાશે, જેમાં અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી રહી છે, જેમા પ્રથમ દિવસે પોથીયાત્રા તથા કથા મહોત્સવ અને રાત્રીના દિવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું તથા બીજે દિવસે યજ્ઞ પૂજન સહિત રાત્રિના ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે અને તૃતીય અને અંતિમ દિવસે પરમ પૂજ્ય ધર્મદુરંદર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ આચાર્ય મહારાજ દ્વારા ભગવાનના નિજ મંદિરમાં દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારે ચા નાસ્તા સહીત બંને સમયના ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી ચંદ્રેશભાઇ પટેલ, શ્રી જતીન પટેલ, શ્રી અજીત પટેલ તથા માજી સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા અપાઈ.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Amdavad Shree Narnarayan Dev Desh Taba na Shree Swaminarayan Mandir Murti Pran Pratishtha Mahotsav Pardhol Daskroi
Amdavad Shree Narnarayan Dev Desh Taba na, Shree Swaminarayan Mandir, Murti Pran Pratishtha Mahotsav, Pardhol, Daskroi, Ahmedabad,