ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સબાસપુર ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી જોગણી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે જોગણી યુવક મંડળ દ્વારા માતાજીના દિવ્ય સાનિધ્યમા નવરાત્રી મહોત્સવનુ ભવ્ય દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના નામી અનામી કલાકારો દ્વારા માતાજીના ભવ્ય રાસ ગરબા અહીંયા ગવાય છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના શક્તિ, ભક્તિ અને આરાધના કરીને ગરબાની મજા માણે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કમલેશભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jogani Yuvak Mandal Arranged Navratri Mahotsav 2023 at Jogani Mataji Mandir Sabaspur Kalol
Jogani Yuvak Mandal, Navratri Mahotsav 2023, Jogani Mataji Mandir, Sabaspur, Kalol, Gandhinagar,