આણંદ જિલ્લાના વહેરાખાડી ગામ ખાતે શ્રી હનુમાન કુંજ આશ્રમમાં પૂર્ણ કદમાં હોય એવા બળિયાદેવજી મહારાજ એટલે કે શ્રી ખાટું શ્યામજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય સાનિધ્યમાં શ્રી શ્યામ પરિવાર મહાસંઘ ગુજરાત દ્વારા દર વર્ષે શનિ અમાવસ્યાના આગળના દિવસે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ મહીસાગર નદીના કિનારે આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મહાસંઘ દ્વારા બાબાનો દિવ્ય દરબાર લગાવીને સંપૂર્ણ રાત્રી દરમિયાન શ્રી ખાંટુ શ્યામ બાબાના સુંદર ગુણલા ગાવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સમગ્ર ગુજરાત તથા સમગ્ર ભારત ભરમાંથી પધાર્યા હતા.
શનિ અમાવસ્યાનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં સમગ્ર પધારેલ ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ તથા ભવ્ય ભજન સંધ્યા સહીત શનિ અમાવસ્યાના દિવ્ય દિવસે અહીંયા મહીસાગર નદીના કાંઠે સમગ્ર પધારેલ ભાવિક ભક્તો દ્વારા સામુહિક સ્નાન પણ કરવામા આવ્યું હતુ.
સમગ્ર શ્યામ ભક્તોને અહીંયા આ જગ્યા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધાને આસ્થા છે કારણ કે આ જગ્યા ઉપર શ્યામ બાબા દ્વારા નવદુર્ગા માતાજીની તપશ્ચર્યા કરીને ત્રણ બાણની સિદ્ધિ અહીંયા પ્રાપ્ત કરવામાં આવી હતી, અને તેથી જ આ જગ્યા ને ખૂબ જ પવિત્ર અને પ્રતાપી માનવામાં આવે છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંઘ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી સીતારામજી, શ્રી રાજકુમાર ભક્કર, શ્રી સુરેશ મિશ્રા તથા શ્રી સોહમ સરપંચ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Shyam Parivar mahasangh Gujarat arrange Bhavya Bhakti sandhya at Shree Shyam Baba Mandir Hanuman Kunj aashram Vaherakhadi Mahisagar Anand

Shree Shyam Parivar Mahasangh Gujarat, Bhavya Bhakti sandhya, Shree ShyamBaba Mandir, Hanuman Kunj aashram, Vaherakhadi, Mahisagar, Anand,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed