અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર કોબા સર્કલ નજીક શ્રી સંતોષી માતાજીનું ખૂબ જ સુંદર શંખ મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જં રીતે દર વર્ષે અહીંયા અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે, જે આયોજન છેલ્લા અવિરત 20 વર્ષથી કરવામાં આવે છે, આ વર્ષે પણ 20 માં સેવા કેન્દ્રનું ભવ્ય આયોજન શ્રી સંતોષી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે આજરોતજ દીપ પ્રાગટ્ય તથા મહા આરતી કરીને સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં નાહવા ધોવા તથા સુખડીના પ્રસાદનુ વિતરણ અને મેડિકલ સેવાઓ સાથેના કેમ્પનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો સ્નેહીજનો સહિત ભાવિક ભક્તો અને પદયાત્રીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના સેવક શ્રી હીરાબેન રામી તથા મંજુલાબેન અને પ્રમોદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Santoshi Seva Trust Koba Inaugurated 20th Seva Kendra for Ambaji Pilgrim at Santoshi Mataji Mandir Koba Circle Ahmedabad 20.09.2023
Shree Santoshi Seva Trust, Koba, 20th Seva Kendra, Ambaji Pilgrim, Santoshi Mataji Mandir, Koba Circle, Ahmedabad, 20.09.2023, Ambaji Seva Camp,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *