તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નાગ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજે નાગ પાંચમના શુભ દિવસે સમગ્ર કોલવડા ગામમાં 52 ધજાઓ સહીતની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા પધારેલ દરેક ભાવિક ભક્તો માટે દૂધ પ્રસાદીનું શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ભુવાજી શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા તથા શ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Aambalivala Goga Maharaj Mandir Kolavada Gandhinagar Celebrated Naag Pancham Mahotsav 04.09.2023
Shree Aambalivala Goga Maharaj Mandir Kolavada Gandhinagar Celebrated Naag Pancham Mahotsav 04.09.2023
Shree Aambalivala Goga Maharaj Mandir, Kolavada, Gandhinagar, Naag Pancham Mahotsav, 04.09.2023,