અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે દેવભુમી રમણધામના દિવ્ય સાનિધ્યમાં પરમ પૂજ્ય યોગી શ્રી બાલકનાથજી બાપુની શુભ નિશ્રામાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આવીરત એક માસ સુધી અખંડ રામધૂન યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના આજે અંતિમ દિવસે રામધુનના વિરામનું આયોજન કરાયું હતુ, જેમાં એકલ ધામ ભરૂડિયા, કચ્છના મહંત શ્રી પરમ પૂજ્ય યોગી દેવનાથજી બાપુ પધાર્યા હતા, જેમને સમગ્ર ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય યોગીશ્રી દેવનાથ બાપુ તથા યોગી શ્રી બાલકનાથ બાપુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Devbhumi Raman Dham Arranged Akhand Ramdhun Yagn during Adhik Mas
Devbhumi Raman Dham Jivapura, Jivapura, Akhand Ramdhun Yagn, Adhik Mas,