ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામમાં ઐતિહાસિક એવુ શ્રી નીલકંઠ મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં મહાદેવજી ખૂબ જ દિવ્ય અને તેજોમય રીતે મંદિરમાં બિરાજમાન છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર શ્રાવણ માસ આ મંદિરના દિવ્ય સાનિધ્યમાં શિવપુરાણ કથા મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ અધિક શ્રાવણ માસ તથા શ્રાવણ માસ એમ સતત 2 માસ સુધી દર સોમવારે શ્રી શિવ મહાપરણ કથાનુ ગામના શ્રી શિવ શક્તિ રાસ મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી પ્રવીણભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં મંડળના સભ્યો તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Shiv Shakti Raas Mandal Bapupura Arranged Shree Shiv Mahapuran Katha At Shree Nilkanth Mahadev Mandir Bapupura
Shree Shiv Shakti Raas Mandal Bapupura, Shree Shiv Mahapuran Katha, Shree Nilkanth Mahadev Mandir, Bapupura, Mansa, Gandhinagar,