સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુર ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવ્ય દિવ્ય અને ભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાયો હતો, જેના ભાગરૂપે આજે તૃતીય અને અંતિમ દિવસે ભગવાન શ્રીરામ દરબાર શ્રી રાધાકૃષ્ણ તથા શ્રી લક્ષ્મીનારાયણજી, શિવજી તથા હનુમાનજી અને ગણેશજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ 13 થી 15 મે દરમિયાન યોજાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદરકાંડ, લોક ડાયરો તથા રાસગરબા અને શોભાયાત્રા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી હિતેન્દ્રસિંહજી તથા શ્રી હિતેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji mandir Murti Pran Pratishtha Mahotsav Mohanpur talod Sabarkantha
Shree Ramji mandir, Murti Pran Pratishtha Mahotsav, Mohanpur, talod, Sabarkantha,