સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નાના ચેખલા ગામના લંઘા ગામ ખાતે રાજમાન રાજરાજેશ્વરી શ્રી દયાળી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ 10માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર ખાતે ગોપાલ સંતાન યજ્ઞ તથા ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સંતો મહંતો તથા ભુવાજીશ્રીઓ અને સામાજિક તથા રાજકીય અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર ખાતે આજરોજ ભવ્ય શોભાયાત્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પીઠાધીશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી અતુલગીરી ગોસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Rajman rajrajeshwari Shri daiyali Meldi Mataji mandir Langha Dham Nana Chekhla Talod Sabarkantha Celebrated 10th pragatya Mahotsav 15.05.2023
Rajman Rajrajeshwari Shri daiyali Meldi Mataji mandir Langha Dham Nana Chekhla Talod Sabarkantha Celebrated 10th pragatya Mahotsav 15.05.2023