મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામ ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનુ મંદિર આવેલુ છે, જ્યાં માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા 500 વર્ષથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી છે, એ જ રીતે ચૈત્ર વદ દશમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં માતાજીના બારમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, તેના ભાગરૂપે માતાજીને અમેરિકન ડોલરનો હાર પહેરવામાં આવ્યો હતો તથા ભવ્ય નવચંડી યજ્ઞ શોભાયાત્રા સમગ્ર ગ્રામજનોના ભોજન પ્રસાદ તથા રાત્રિના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી અશોકભાઈ ચૌધરી તથા શ્રી નરેન્દ્રભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Mahakali Mataji Mandir Pamol Celebrated 12th Patotsav on Occasion of Charitra Vad Dasham 15.04.2023
Shree Mahakali Mataji Mandir Pamol, Pamol, Vijapur, 12th Patotsav, Charitra Vad Dasham, 15.04.2023,