ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિર ૫૦૦ વર્ષથી પણ વધારે પુરાણું છે, જ્યાં એક વિશાળકાય ઐતિહાસિક વડ આવેલો છે અને એટલે જ મંદિરને મહાકાળી વડ તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિર મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ તેરસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં માતાજી મંદિરના આજરોજ 30મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે માતાજીના નવચંડી યજ્ઞ તથા સમગ્ર ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જવાનસિંહજી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં માતાજીના દર્શનાર્થે ભામાશા શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Kantharpura Gaam Celebrated 30th Patotsav of Shree Mahakali Vad Mandir Kantharpura
Samast Kantharpura Gaam, 30th Patotsav, Shree Mahakali Vad, Kantharpura,