ગાંધીનગર જિલ્લાના ગલુદણ ગામ ખાતે સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય દ્વિતીય સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે સમૂહ લગ્ન નું આયોજન દહેગામ શહેર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાના સહયોગથી કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 21 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સત્કાર સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ તથા સામાજિક અગ્રણીઓ સહિત રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો જોડાયા હતા.
કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપ.પ્રમુખ શ્રી જગતસિંહ ચૌહાણ, બેચરાજી ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતસિંહ ઠાકોર, પાલજ ના ગોલ્ડમેન શ્રી પંકજ સિંહ ઠાકોર તથા ઈન્દ્રોડા ટાઈગર ગુપના શ્રી દલપત સિંહ ઠાકોર અને સામાજિક ધર્મગુરુ અને સામાજિક આગેવાનો એ હાજર રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત અશોકસિંહ ઝાલા, શ્રી પ્રહલાદસિંહ ડાભી, શ્રી ભરતસિંહ ઠાકોર તથા શ્રી પ્રકાશસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Thakor Samaj Samuh Lagna Samiti, Smart Education Trust, Dehgam, Galudan, Samuh Lagnotsav, 12.03.2023,
Thakor Samaj Samuh Lagna Samiti of Smart Education Trust Arranged 2nd Samuh Lagnotsav 12.03.2023
Thakor Samaj Samuh Lagna Samiti, Smart Education Trust, Dehgam, Galudan, Samuh Lagnotsav, 12.03.2023,